goverment of gujrat
goverment of gujrat
goverment of gujrat

About Us

goverment of gujrat
વ્યક્તિ અને સમાજનાં ઉત્થાન માટે પ્રજાની સાક્ષરતા, પ્રાથમિક શિક્ષણનું મહત્વ અને ઉચ્ચ શિક્ષણની સુલભતા અને વ્યાપ ખૂબ જ મહત્વની બાબત છે.

ગુજરાત રાજ્યમાં વર્ષ-૨૦૦૧ માં વસતી ગણતરી મુજબ કુલ સાક્ષરતા દર ૬૯.૧૪% હતો. સાક્ષરતા દર માં વધારો કરવા માટે માન. મુખ્યમંત્રીશ્રીએ અભિયાન હાથ ધર્યું. શિક્ષણમાં વ્યાપ વધારવા અને ખાસ કરીને કન્યા કેળવણી ક્ષેત્રે વિકાસ કરવા અનેક વિવિધ યોજનાઓ અમલમાં મૂકી.

માન.મુખ્યમંત્રીશ્રી, કન્યા કેળવણી નિધિમાં પણ સૂચિત સુધારો કરી વધુ બહેનોને આ નિધિનો લાભ મળે તે હેતુસર આંશિક ફેરફાર કરેલ છે. જે અતિ પછાત ૩૦ તાલુકાઓ હતાં. તેમાં ફેરફાર કરી ૫૬ વિકાસશીલ તાલુકાઓમાં આ ભંડોળનો લાભ બહેનોનાં વિકાસ અર્થે વપરાય તેવો મહત્વનો સુધારો કરેલ છે. ગુજરાત રાજ્ય સરકારના અને પંચાયત સેવામાં કામ કરતાં વર્ગ-3 અને વર્ગ-૪ નાં કર્મચારીઓની પુત્રી (સંતાન) માટે પણ આ વર્ષથી તાલુકા કક્ષાએ ધો.૧૦ અને ધો.૧૨ માં પ્રથમ, દ્વિતીય અને તૃતીયને પુરસ્કારથી પ્રોત્સાહિત કરવા યોજના અમલમાં મૂકેલ છે.

સમગ્ર ગુજરાતમાં કોઈપણ B.P.L. કુંટુંબની કન્યા વ્યાવસાયિક અભ્યાસક્રમ જેવા કે મેડીકલ, એન્જીનીયરીંગ, ફાર્મસી, હોમિયોપેથી, આયુર્વેદિક, બી.ટેક્. ડેન્ટલ, એમ.બી.એ., એમ.સી.એ., ઈન્ટ્રીગ્રેટેડ લો, બી.એસસી. (નર્સિંગ) 5 વર્ષનાં કોર્ષમાં પ્રવેશ મેળવે તો રૂ. ૧૫,૦૦૦/- આર્થિક સહાય મેળવવાપાત્ર થશે.

રાજ્યની જે માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાની 100% કન્યાઓ સતત ૩ વર્ષ સુધી SSC કે HSCની પરીક્ષામાં બેસે અને 100% પરિણામ મેળવે એટલે કે તમામ કન્યા ઓ પાસ થાય, તો તેવી શાળાઓને પ્રોત્સા‍હિત કરવા માટે પ્રથમ વર્ષે- રૂ. ૧૧૦૦૦, બીજા વર્ષે- રૂ. ૨૧૦૦૦, અને ત્રીજા વર્ષે- રૂ.૫૧૦૦૦ મુજબ પુરસ્કાર આપવામાં આવે છે.

આ ભંડોળનો લાભ દૂર-સુદૂર સુધી કન્યાનાં શિક્ષણ માટે મળે તે હેતુસર દૈનિક પત્રમાં આ યોજનાનો લાભ મળે તે માટે જાહેરાત આપવામાં આવી છે. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના લોકોને આ નિધિની સહાયથી વાકેફ થાય તે માટે માન.મુખ્યમંત્રીશ્રી કન્યા કેળવણી નિધિની વેબસાઈટ www.cmkanyanidhi.org.in પણ શરૂ કરવામાં આવી છે. કન્યા કેળવણી નિધિની વિવિધ યોજનાઓની વિગતવાર માહિતી અને ફોર્મ www.vidyasahayakgujarat.org અને www.ptcgujarat.org વેબસાઈટ પર મુકેલ છે.

ગુજરાતમાં પુરુષોના સાક્ષરતા દર માં છેલ્લા દસકામાં ૭.૫૭% નો વધારો થયો છે, અને સ્ત્રી શિક્ષણ માટેની રાજ્ય સરકારની કન્યા કેળવણી ઝુંબેશને કારણે સ્ત્રી સાક્ષરતા દર માં ૧૨.૯૩% નો વધારો થયો છે. જે રાજ્યની ગૌરવપ્રદ ઘટના છે. ડ્રોપ આઉટ રેટ વર્ષ-૨૦૦૧ માં ૨૦.૫૦ હતો તે ઘટીને વર્ષ-૨૦૧૧ માં ૨.૦૭ થયો છે. આમ, પ્રાથમિક શાળામાં ધો. ૧ થી ૫ માં લગભગ ૧૦૦% નામાંકનનું ધ્યેય હાંસલ થવામાં છે.

રાજ્યમાં કન્યા કેળવણી રથયાત્રા, શાળા પ્રવેશોત્સવ, વિદ્યાલક્ષ્મી બોન્ડ, ગુણોત્સવ અને વિદ્યાસહાયક કેન્દ્રીયકૃત ભરતી કરી ઝુંબેશ દ્વારા શિક્ષણક્ષેત્રે ગુણાત્મક પરિવર્તન આવ્યું. ખરેખર આ ૨૧ મી સદીનો પ્રથમ દશકો એ વિકાસનો દાયકો પૂરવાર થયો.
goverment of gujrat